Monday, November 25, 2024

વાંકાનેર : ભાગીદારી છુટી કર્યાની વાતનો ખાર રાખી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા યુવાનને જુદાજુદા મોબાઇલ નંબરો ઉપરથી ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય જેથી આ અંગે યુવાને ત્રણ ઇસમોની સામે વાંકાનેર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જે બનાવમાં યુવાનને બેલાની ખાણમાંથી અન્ય શખ્સો સાથે ભાગીદારી છુટી કરી હોય જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને ફોન ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવાતા વાંકાનેર સીટી પોલીસે ત્રણેય શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સામતભાઈ નગાભાઈ કરમુર (ઉ.વ. 37, રહે ભાટીયા સોસાયટી, જલારામ મંદિર પાછળની શેરી બટુકસિંહ જાડેજાના મકાનમાં, ચંદ્રપુર, તા.વાંકાનેર, મૂળ રહે. કાટકોલા તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા)એ તેના ખાણના કામના પુર્વ ભાગીદાર પ્રફુલ્લભાઈ મશરીભાઈ કરમુર (રહે. હાલ આજીડેમ ચોકડી પાસે, રાજકોટ, મૂળ રહે. કાટકોલા તા.ભાણવડ જી.દેવભુમીદ્રારકા),કરશનભાઈ નગાભાઈ કરમુર (રહે.કુવાડવા સાગર મંડપ સર્વિસ પાસે, રાજ્કોટ, મૂળ રહે.કાટકોલા તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા) તેમજ રાજેશભાઈ મશરીભાઈ કરમુર (રહે. હાલ રાજકોટ આજીડેમ ચોકડી પાસે, મૂળ રહે.કાટકોલા તા.ભાણવડ જી.દેવભુમીદ્રારકા) સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતે સામેવાળાઓની સાથેની બેલાની ખાણમાં ભાગીદારી છુટી કરી નાંખેલી હોય તે વાતનો રોષ રાખીને ઉપરોકત ત્રણેયે તેમને જુદાજુદા બે મોબાઇલ નંબરો ઉપરથી ફોન કરીને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જેથી યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ત્રણ આરોપીઓ સામે આઇપીસી કલમ 507, અને 144 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર