મોરબીના મકનસર ગામે પિતા-પુત્ર પર ચાર શખ્સોનો ધારીયા વડે હુમલો
મોરબી: મોરબીના મકનસર ગામે ખરાબાની જમીન ખેડવા બાબતે પિતા-પુત્રી ઉપર ચાર શખ્સોએ લોખંડના ધારીયા, પાઈપ અને લાકડી વડે હુમલો કરી માર માર્યા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુળનગર રામજી મંદિર પાછળ રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલા (ઉ.વ.૫૮) એ આરોપી મૈયાભાઇ રણછોડભાઇ કોળી, સુખાભાઇ રણછોડભાઇ કોળી, મંગાભાઇ રણછોડભાઇ કોળી, તથા કલ્પેશભાઇ રણછોડભાઇ કોળી રહે. ચારેય ગામ અદેપર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી મકનસર ગામની સીમમા માટેલીયા પાટે નામથી ઓળખાતી ઇરીગેશનની ખરાબાની જમીન છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડતા હોય જે જમીનની બાજુમા આ ચારેય આરોપીઓની જમીન આવેલ હોય જેથી આજથી આશરે પંદર દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડેલ હોય પરંતુ ફરીયાદી છેલ્લા ત્રીસેક વર્ષથી વાવતા હોય જેથી આ જમીન ગઇકાલે ફરીયાદી તથા તેનો દિકરો નરેશ એમ બન્ને ખેડવા માટે જતા તે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપી મૈયાભાઈએ ફરીયાદીને લોખંડના ધારીયાથી ડાબા પગના નળામા તથા આરોપી મંગાભાઈએ લોખંડના પાઇપથી બન્ને પગના સાથળમા તથા આરોપી સુખાભાઈ તથા મંગાભાઈએ ફરીયાદીના દિકરા નરેશને બન્ને પગમા લાકડી તથા લોખંડના પાઇપથી માર મારી શરીરે ઇજા કરી ઝપાઝપી કરી ઝઘડો કરી ભુંડાબોલી ગાળો આપી હતી. જેથી ભોગ બનનાર નવઘણભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.