મોરબીના બંધુનગર ગામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: મોરબીના બંધુનગર તુલસી પેટ્રોલપંપ સામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મોરબીના ઘુંટુ રોડ એવલોન સિરામિક લેબર કોલોનીમાં રહેતા ગોવિંદ ખોકારામ બરમન (ઉ.વ.૪૩) એ આરોપી ડમ્પર વાહન નંબર – જી.જે.-૧૩-એ. ડબલ્યુ -૭૨૯૫ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાનું ડમ્પર વાહન નંબરઃ-જી.જે.૧૩-એ.ડબલ્યુ-૭૨૯૫ વાળુ ફુલ સ્પીડમા, ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી ફરીયાદીના કુટુમ્બી ભત્રીજા બિકાસ જગદીશ બરમન ઉવ-૩૮ વાળાને તેના હોન્ડા ટ્વીસ્ટર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરઃ- જી.જે.-૦૯-સી.એફ.- ૮૭૯૧ સહીત હડફેટમાં લેતા ડમ્પરનો જોટો તેના પર થી ફરી વળતા તેમજ મોટર સાયકલ ડમ્પર નીચે ફસાઇ જતા રોડ ઉપર ઢસડી વાહન અકસ્માત કરી બીકાસને શરીરે છાતીમાં જમણા હાથમાં તથા ડાબા પગના સાથળના ભાગે ગંભીર તથા શરીરે છોલછાલની ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ડમ્પર રેઢુ મુકી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના કુટુંબી કાકા ગોવિંદભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪-અ, તથા એમ.વી.એ. કલમ -૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.