મોરબી અવની ચોકડી પાસે અન – અધીકૃત ઓટલા તથા પતરા હટાવવા અંગે ચિફ ઓફિસરને રજૂઆત
મોરબી: મોરબી નગરપાલીકા વિસ્તારના વોર્ડ નં.૧૦ માં આવેલ અવની ચોકડી પાસે ચોકડી આસપાસના વિસ્તારમાં દુકાનદારોએ રસ્તા ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે ૨ ફુટના ઓટલા ઉપરાંત ૬ ફુટના વધારાના ઓટલા બનાવેલ છે અને દુકાનની આગળના ભાગે છાપરા બહાર કાઢવામાં આવેલ છે. તે હટાવવા અંગે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા કારી લેખીત રજુઆત.
ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલીકા વિસ્તારના વોર્ડ નં.૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ બનાવવામાં આવેલ છે. અવની ચોકડીની આસપાસના વિસ્તારમાં દુકાનદારોએ રસ્તા ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે ૨ ફુટના ઓટલા ઉપરાંત ૬ ફુટના વધારાના ઓટલા બનાવેલ છે અને દુકાનની આગળના ભાગે છાપરા બહાર કાઢવામાં આવેલ છે. તેમજ આ રસ્તા ઉપર વાહન પાર્કિંગની જગ્યા સિવાયની રસ્તાની જગ્યામાં પાર્કિંગ કરવામાં આવતુ હોવાથી રસ્તો ખુબ જ સાંકળો થઈ ગયેલ છે. જેથી કરીને વાહન ચાલકો તેમજ રાહદારીઓન ચાલવું પણ મુશ્કેલ થઈ ગયેલ છે.
ભવિષ્યમાં આ રોડ રાજકોટ હાઈવેને ટચ થાય તેમ હોય, હાલમાં પણ વાહન ચાલકો તેમજ રાહદારીઓને પોતાના જીવના જોખમે પસાર થવું પડે છે. ક્યારેક આ દબાણના કારણે કોઈ આકસ્મિક દુર્ઘટના બને તેવા પણ સંજોગો સર્જાય તેમ છે. જે બાબતની રજુઆત અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા કરેલ છે. જે રજુઆતની નકલ અમોને પણ મળેલ છે. જેથી આવા ગેરકાયદેસર રીતે કરેલ દબાણ હટાવવા તાકીદે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
તેમજ અવની ચોકડીથી હનુમાનજી મંદિર સુધીના રોડનું કામ ચાલુ છે. હાલમાં આ રોડ પર કરેલ દબાણ હટાવવા મોરબી કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોની રજુઆત છે.
હાલની પરિસ્થિતિ જોતા આ રસ્તા ઉપર ભવિષ્યમાં ગંભીર અકસ્માત થાય તેવી દહેસત છે. આવા સાંકળા રસ્તાના કારણે કોઈ અકસ્માતના બનાવ બનશે તો તેમાં ઉપસ્થિત થનાર તમામ પરિણામોની જવાબદારી સંબંધીત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આ કામમાં સામેલ તમામ વ્યકિતઓની રહેશે. જેથી તાત્કાલીક ધોરણે આવા ગેરકાયદેસર રીતે કરેલ દબાણ હટાવવા તેમજ નિયમ મુજબ રસ્તાના કામો કરવા બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.