Friday, September 27, 2024

દેશમાં લાગુ થયો CAA કાયદો: મોરબીના 900થી વધું શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગઈ કાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં નાગરિકતા સંબોધન કાયદો લાગુ દિધો છે મોરબીમા વસવાટ કરતા અંદાજે 900 થી વધુ જેટલા પાકિસ્તાની શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા મળશે.

આગામી લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગઈ કાલથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવી ગયો છે.

સીએએ શું છે ? સીએએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા દસ્તાવેજ વગરના બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે છે. એકવાર સીએએના નિયમો જાહેર થયા પછી મોદી સરકાર 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સતાવેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓ (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવાનું શરૂ કરશે.

પાકિસ્તાનમાં હિન્દુઓ પર થીઈ રહેલા અત્યાચારથી કંટાળી કેટલાક પાકિસ્તાની હિન્દુઓ ભારતમાં આવી વસી ગયા છે જેનો ઘણો ખાસો સમય વિતી ગયો છે જેમાં મોરબીમાં પણ ૧૦૪૮ પાકિસ્તાની નાગરિકો શરણાર્થી બનીને જીવન ગુજારી રહ્યા છે. જેમાં મોરબી શહેર ઉપરાંત મકનસર, ધરમપુર, ટિમ્બડી, રંગપર, વાવડી અને પીપળી સહિતના વિસ્તારમાં હાલમાં પાકિસ્તાનથી આવેલા હિન્દૂ નાગરિકો વસવાટ કરી રહ્યા છે. મોરબીમાં વર્ષોથી વસવાટ કરતા હિન્દૂ શરણાર્થી એવા ૧૦૪૮ નાગરિકો પૈકી ૪૮ નાગરિકોને સરકારના નિયમ મુજબ ભારતીય નાગરિકતા મળી ચુકી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીએએ એટલે કે સિટીઝનશીપ એમેડમેન્ટ બિલ લાગુ કરતા પાકિસ્તાનથી આવેલા બીજા ૯૫૦ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળશે. હાલમા મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકો વસવાટ કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે ક્ષત્રિય સોઢા દરબાર, આહીર, રબારી અનુસૂચિત જાતિ સમાજ, કોળી અને બ્રાહ્મણ કુટુંબોનો સમાવેશ થાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર