Wednesday, January 15, 2025

સંયુક્ત કમાન્ડરર્સ સંમેલન: રાજનાથ સિંહ કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શુક્રવારે સવારે સીઓએએસ જનરલ એમ.એમ.નરવણે, નૌસેના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ,સીડીએસ જનરલ બિપિન રાવત અને આઇએએફના મુખ્ય એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તમને જણાવી દઈએ કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે દેશના ટોચના કમાન્ડરોની સંયુક્ત પરિષદમાં ભાગ લેવા કેવડિયા પહોંચ્યા છે. આ પરિષદ ગુરુવારે શરૂ થઈ હતી. અહીં એક સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશની સુરક્ષા પરિસ્થિતિ અને સંરક્ષણ સજ્જતાની સમીક્ષા કરવામાં આવશે. આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે સંબોધન કરશે. આ સંમેલનમાં સીડીએસ જનરલ બિપિન રાવત, આર્મી સ્ટાફ ચીફ મનોજ મુકંદ નરવણે, એનએસએ અજિત ડોભાલ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ પણ હાજરી આપશે.

કમાન્ડરોએ વિવિધ બાબતો પર રજૂઆતો કરી હતી.

પૂર્વ લદ્દાખના પેંગોંગ તળાવ નજીક ભારત અને ચીન વચ્ચે ડિસએંગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે આ પરિષદમાં કમાન્ડરોએ વિવિધ બાબતો પર રજૂઆત કરી હતી. આ પરિષદમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) અને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ની વર્તમાન સ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેસીઓ (જુનિયર કમિશન્ડ અધિકારીઓ) અને જવાન પણ પ્રથમ વખત દેશની ટોચની સૈન્ય પરિષદમાં ભાગ લેશે. આ સમય દરમિયાન આ સૈનિકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરશે. આ ઇવેન્ટ કોન્ફરન્સના અંતિમ દિવસે હશે. વડા પ્રધાન મોદી સૈનિકોનો ઉત્સાહ વધારશે, આ સમય દરમિયાન તમામનું ધ્યાન પ્રેરણા અને માનવીય પાસાઓ પર રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર