Wednesday, September 25, 2024

અનોખી ઉજવણી: ભૂતકોટડા ગામમાં 25 દાદીમાએ ઉજવ્યો સમૂહ બર્થડે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે ત્યારે જન્મદિવસ તો કેમ યાદ હોય? જિંદગીના 70 / 80 પાનખર વીત્યાબાદ અચાનક જ કોઈ હેપી બર્થ ડે કહે તો ? ટંકારાના ભૂતકોટડા ગામમાં મહિલા દિવસે એવું બન્યું કે એક સાથે 25 દાદીમાનો એક સાથે જન્મદિવસ ઉજવાયો અને આ 25 દાદીમાની એકસાથે આંખો છલકી. ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન એમ સાંચલા/ ટંકારીયા સંચાલિત કંકણ ગ્રુપ તથા ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં 70 વર્ષથી ઉપરના 25 દાદીમાના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ વડીલ દાદીમાનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વડીલો પ્રત્યે અત્યારથી જ લાગણી જન્મે તથા સારા સંસ્કારોનો સિંચન થાય તે માટેનો છે આ રીતે વડીલોનું સન્માન કરીને સમાજને એક નવો રાજ્યો હતો. આ તકે માનનીય મોરબી જિલ્લા ડીપીઓ બહેન નમ્રતાબેન મહેતા ગરચર, માનનીય જારીયા, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ મોરબીથી આમંત્રણને માન આપી ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો તેમના સાથી મિત્રો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ સાથી મિત્રો તરફ થી શાળા ના તમામ બાળકો ને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન તેમજ કંકણ ગ્રુપના બહેનો સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો વડીલો, યુવાનો બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર