Wednesday, September 25, 2024

બંગાળમાં મહિલાઓ પર થયેલ અત્યાચારનો વિરોધમાં મોરબીમાં આવેદન અપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં આજે ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી મહિલા સમન્વય મોરબી જીલ્લા અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે

જે આવેદનમાં જણાવ્યું છે કે સંદેશખાલીમાં મહિલાઓ અને પરિવારો પર અમાનવીય અત્યાચાર થઇ રહ્યા છે અને હિંસા થઇ રહી છે તેનો વિરોધ નોંધાવીએ છીએ આવી ઘટનાઓ સતત બની રહી છે ૪૭ દિવસ પૂર્વે ઇડી અધિકારીઓની ટીમ પર હુમલો થયો હતો બાળકો અને મહિલાઓ સાથે અમાનવીય અને ક્રૂર વ્યવહાર, યૌન ઉત્પીડન, મારપીટ સહિતની ઘટનાઓ બની છે તેમજ જામીન પચાવી પાડવાની ઘટનાઓ સતત ઉજાગર થઇ રહી છે

આવી અમાનવીય અત્યાચારની ઘટનાઓ બાદ પણ પોલીસે એફઆઈઆર નોંધી નથી જ્કેથી પશ્ચિમ બંગાળમાં થઇ રહેલા અત્યાચારોના બનાવમાં દોષિતો વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવામાં આવે બધા દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવામાં આવે અને પીડિત મહિલાઓ અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે તેમજ આર્થિક સહાયતા આપવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ બંગાળ સરકાર અને પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર