Monday, September 23, 2024

ટંકારા ના વિરપર અને લજાઈની સરકારી ખરાબાની જગ્યા પર દબાણ અંગે અરજદારે કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ઘણી જગ્યાઓ પર સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જા જમાવ્યા છે. પરંતુ આવી અનેક રજૂઆતો થવા છતા પરિણામ શુન્ય આવી રહ્યું છે. હાલમાં જ ટંકારાના જાગૃત નાગરિકે આવા સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જો જમાવેલા ભુમાફિયા વિરૂદ્ધ શસ્ત્ર ઉઠાવ્યું છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ અને વિરપર ગામે રોડ ટચ કરોડોની જમીન પર ભુમાફિયાઓએ કબજો જમાવ્યો હોવાની લેખિત રજૂઆતો કરી છે.

આ અંગે અરજદાર પંકજકુમાર ત્રિવેદી જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાના લજાઈ ગામે સર્વે નંબર 694/59/1/1/13માં સરકારી ખરાબ આમાં જે સર્વે નંબર 291 વાળાએ દબાણ કરેલ જે અનુસંધાને ટંકારા મામલતદારની હાજરીમાં દબાણ હતું તે અને જે પાણીના વહેણ માં તે લોકોએ ભરતી ભરીને ખનીજ ચોરી કરીને હજારો ડમ્પર અને ટ્રક મારફતે નાખેલ છે. અને સરકારી ખરાબામાં ઉપર દિવાલ કરી બાંધકામ કરેલ છે અને સરકારી ખરાબાનો અને અધિકૃત રીતે કબજો કરેલ છે જે બાબતનું પંચનામું તા.28/02/2024ના રોજ કરેલ છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અને ભૂમાફિયાઆ આવા સરકારી ખરાબા ખાઈ જશે તો માત્ર ને માત્ર સરકારી રેકર્ડ ઉપર જ આવી જમીનો રહેશે.

અને વિરપર ગામની સરકારી ખરાબા સર્વે નં.396 ઉપર પણ ભુમાફીયાઓએ પોતાની જમીન અંદરના ભાગે હોય અને રોડ ટચ બતાવવા માટે થયને આખો સરકારી ખરાબો સર્વે નં.396ને બાંધકામની દિવાલ કરી મોટો લોખંડનો ગેઇટ મુકીને ત્યાથી રસ્તો લઈને રેસીડેન્સી પ્લોટિંગ કરીને સરકારને ચુનો ચોપડીને પોતાનો રસ્તો બાજુના ટાઉન પ્લાનિંગ મુજબ રસ્તો તેનો બાજુમાંથી જાય છે. પરંતુ પોતાની જમીન કિંમતી બતાવવા માટે પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી ખરાબાનું દબાણ કરીને રસ્તો બદલાવેલ છે. ટાઉન પ્લાનિંગ અધિકારીને નિયમ મુજબ કલમ 6માં દર્શાવેલ છે છતા તેનું પણ ઉલ્લઘન કરીને પોતાની કિંમતી જમીન અતિ કિંમતી કરીને રોડ ટચ કરીને ગેરકાયદેસર કબ્જો કરેલ છે. જેના બાબતે સરકારી તંત્ર તથા લાગતા વળગતા વહીવટી તંત્ર તથા મોરબી જિલ્લા કલેક્ટર ધ્યાન આપી યોગ્ય તપાસ કરી કાયદેસર પગલા ભરવા માટે થયને જાગૃત નાગરિક તરીકે મે મારી રજૂઆત કરેલ છે.

જાગૃત નાગરિક પંકજકુમાર ત્રિવેદીએ ટંકારાના લજાઈ અને વિરપર ગામે રોડ ટચ સરકારી જમીનો પર થયેલ દબાણ અંગે અનેક રજૂઆતો કરી છે. તથા ભુમાફીયાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગ ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આજ સુધી ભુમાફિયા વિરૂદ્ધ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાના પણ વહીવટી અધિકારી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ફરિયાદ અંગે મામલતદારે બન્ને સ્થળની મુલાકાત લઇને પંચનામું કરેલ જેમાં ફરિયાદીએ મામલતદારની રૂબરૂમાં સરકારી ખરાબાની જમીન ઉપર જે દબાણ થયેલ તે બતાવેલ હતું. જેમાં લજાઈ ગામે ભુમાફિયાએ મામલતદારની હાજરીમાં દિવાલનું દબાણ હોવાનું સ્વીકાર્યું હોવાથી મામલતદારે દિવાલ પાડી નાખવા જણાવ્યું હતું. જે પરથી સાબિત થાય છે કે દિવાલની સાથે સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર