Monday, September 23, 2024

મોરબી જિલ્લામાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો; વાયરલ ફ્લુના 700 થી વધું કેસ નોંધાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં ફેબ્રુઆરી માસમાં મિશ્ર ઋતુના કારણે સીઝનલ બીમારીએ માથું ઊંચક્યું છે ખાસ કરીને શરદી ઉધરસ અને ને તાવના કેસમાં વધારો નોંધાયો છે ફેબ્રુઆરી માસમાં શરદી ઉધરસ ૩૮૯ અને ૩૨૮ કેસ વાયરલ ફ્લુના નોધાયા છે જ્યારે કે મોરબી અને આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં મેલેરિયાના એક પણ કેશ નોંધાયો નથી.

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જાન્યુઆરી મહિનામા કડકડતી ઠંડી પડી હતી ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઠંડીની અસર ઓછી થઈ હતી અને દિવસ દરમિયાન ગરમી પડતી હતી. અને ફેબ્રુઆરી પૂર્ણ થતા મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમીક વરસાદ પડ્યો હતો. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો અને ભેજવાળા વાતાવરણના કારણે તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો નોંધાયો હતો. મોરબી જીલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં શરદી ઉધરસના ૩૮૯ કેસ નોંધાયા હતા સાથે ૩૨૮ જેટલા વારરલ ફ્લુના કેસ નોંધાયા હતા . નવાઈની વાત એ છે કે મોરબી જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવા છતાં મેલેરિયા કે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી.બીજી તરફ ખાનગી કલીનીક અને હોસ્પિટલમાં શરદી ઉધરસની સાથે વાયરલ ફૂલના
આંકડામાં ઉછાળો નોધાયો છે.

મોરબી શહેરમા સોમવારે લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી ગગડી ગયો હતો દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂકાવવાના કારણે મહતમ તાપમાન 28 ડીગ્રી નોધાઇ છે અચાનક મોરબી જીલ્લામાં ઠંડીનું જોર વધતા ફરી મહા મહિનામાં પોષ મહિના જેવી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર