સૌરાષ્ટ્રની સૌથી મોટી વીજ ચોરી પ્રકરણમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબી: મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ (સ્પેશયલ ઈલેકટ્રીસીટી) કોર્ટમાંથી સૌરાષ્ટ્રના સૌથી ચકચારી અને સૌથી મોટી ઈલેકટ્રીક પાવર ચોરી આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયાના પાવર ચોરી પ્રકરણમાં તમામ આરોપીઓનો નીર્દોષ છુટકારો.
વર્ષ ૨૦૦૬ ની સાલમાં મોરબીના કાર્યપાલક ઈજનેર વી.એમ.પંડયા દ્વારા ‘રૂબી’ સીરામીક ઢુવા ખાતે ગેરકાયદેસર રીતે PGVCL ની ભારે દબાણની વીજલાઈનમાં મેજરીંગ કેબલ ટેમ્પર્ડ કરી વીજ પુરવઠો મેળવી વીજ ચોરી કરી ‘રૂબી’ સીરામીકના ભાગીદાર સંચાલક સ્વ નાથાભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ તથા અન્ય ભાગીદાર સામે આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયા જેટલી રકમની લેખીત ફરીયાદ પોલીસ સ્ટેશને આપેલ ત્યારબાદ ફરીયાીની ફરીયાદ લઈ આરોપીઓ સામે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોકત આરોપીઓની ધરપકડ કરેલી.
આ બનાવ અંગેનો કેસ મોરબીના એડી. સેસન્સ જજ બુધ્ધની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પક્ષે આ કામમાં ફરીયાદી પંડયા તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારી જી.કે.વાળા ને તપાસવામાં આવેલા જેમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપીઓ તરકે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચોરી કરેલ હોય તેવુ બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોએ એ વાત કબુલ રાખેલ છે કે નાથાભાઈ સામતભાઈ સીવાય અન્ય કોઈ આરોપીઓની હાજરીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને હાલના આરોપીઓ બનાવના સ્થળે હાજર ન હતા.
હાલના આરોપી નાથાભાઈ સામતભાઈ ભરવાડ હાલ અવસાન પામેલ છે જયારે અન્ય આરોપીઓ ‘રૂબી’ સીરામીકના પાર્ટનરના દરજજે વહીવટકતા હોય તેવુ ફરીયાદ પક્ષ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે તેમજ હાલમાં વીજચોરી અંગેનો મુદામાલ પોલીસ સ્ટેશના મોરબી ડિવીઝન ખાતે રાખવામાં આવેલ છે જે શંકા ઉભી કરે છે તેમજ સાહેદ વધુમા ઉલટમાં જણાવે છે કે કેબલ વાયરમાં કોઈ મીસચીફ કરવામાં આવે તો મીટર ટેસ્ટીંગમાં જણાય આવે જયારે અહીં ટેસ્ટીંગમાં કોઈ મીસચીક જણાય આવેલ નથી તેમજ બચાવ પક્ષે દલીલ કરેલ કે એસેસ્ટમેન્ટ કરતા પહેલા નોટીસ આપી અને આરોપીઓને સાંભળવાની તક આપવી જોઈએ.
વધુમાં દલીલ કરવામાં આવેલ કે હવામાનની અસર અને લોડ વધારાના કારણે સેવનકોર વાયર બળી ગયેલ હોય છતા આરોપીઓ સામે વીજચોરીનો ખોટો કેસ કરેલ છે તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયાંસુધી આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન સામસુંદર વિ. સ્ટેટ ઓફ હરીયાણા રીર્પોટેડ ઈન ૧૯૮૯(૨) GLH પાના નં.૫૮૭ માં આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. તમામ દલીલોને અંતે સ્પેસ્યલ જજ બુધ્ધે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી વીજ ચોરીના આરોપીઓ મનુભાઈ સામતભાઈ ડાભી, રમેશભાઈ સામતભાઈ ડાભી, મહેશભાઈ નાથાભાઈ ડાભી તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.
જે કેસમાં આરોપીઓ તરફે સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, એમ વાય ચાનીયા, યુવા એડવોકેટ જે ડી અગેચણીયા, એ એમ ચાનિયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા રોકાયેલ હતા