લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ આપવામાં આવી
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સેવાપરમો ધર્મની ભાવના સાથે દિવ્યાંગ એવા બાબુભાઈ કંઝારિયાને શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે ઉમિયા સર્કલ પાસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને લાયન્સ કલબના સભ્યો લા. મહાદેવભાઈ ચિખલિયા લા. પ્રાણજીવન ભાઈ રંગપડીયા મંદિરના પુજારી ગૌતમ ભાઈ ગોસ્વામી તેમજ સેવાભાવી સભ્યોની હાજરીમાં આપવામાં આવી.
આ સાયકલથી દિવ્યાંગ સમાજમાં હરીફરી શકે તેવી શુભકામના સાથે આ ટ્રાયસિકલ આપવામાં આવી છે તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે.