Saturday, January 11, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવી પહેલ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની માધાપરવાડી શાળામાં વિનાયક એન્જીનિયરિંગ અને નિતાબે પટેલ અને સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના આર્થિક યોગદાનથી 400 દિકરીઓના બ્લડ ગ્રૂપ કાર્ડ અપાયા.

મોરબી,પ્રવર્તમાન સમયમાં હેલ્થ અવેરનેસ ખુબજ જરૂરી છે, અત્યારના આ આધુનિક યુગમાં લોકો પોતાના શરીરના બંધારણ શરીરમાં રહેલી ખામી ખૂબીઓથી જાણકારી ધરાવતા હોય એ અતિ આવશ્યક છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાલવાટીકાથી માંડી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી Udise+ પોર્ટલમાં અપલોડ કરવાનું આવતા મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં હાલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અને વાલીઓને પૂછતાં મોટા ભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રૂપ કરાવેલ ન હતા જેથી શાળાના પ્રિંન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજ્યો જેમાં કેશુભાઈ હડિયલ વિનાયક એન્જીનિયરિંગ-મોરબી અને નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલના આર્થિક યોગદાન થકી તેમજ સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડો.પ્રેક્ષા અઘારા અને પૂર્વી અધારા સુંદર સહયોગથી રવિવારના રજાના દિવસે તમામ શિક્ષકોએ શાળામાં ઉપસ્થિત રહી 400 જેટલી વિદ્યાર્થીનીઓનું બ્લડ ટેસ્ટ કરી,તમામને બ્લડ ગ્રુપના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા,આ કેમ્પ સફળ બનાવવા ડો.તરૂણ વડસોલા M.S. અને ડૉ.અર્પિત વિરોજા પીડિયાટ્રિક ડોકટર તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર