Saturday, September 21, 2024

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લેતા જોધપર બીએડ કોલેજના તાલીમાર્થીઓ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પીએમશ્રી શાળાની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક યોજનાઓથી વાકેફ થયા ભાવિ શિક્ષકો

મોરબીની માધાપરવાડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પસંદ થયેલ પીએમશ્રી શાળા છે,પીએમશ્રી શાળાની રૂબરૂ મુલાકાત દરમ્યાન શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ મોરબીએ બીએડ કોલેજ જોધપરના તાલીમાર્થીઓને પીએમશ્રી શાળા એટલે શું? પીએમશ્રી શાળા કેવી રીતે પસંદ થઈ?એમાં શું શું કરવાનું હોય વગેરે માહિતી આપતા જણાવ્યું કે પીએમશ્રી શાળા ચેલેન્જ મેથડથી પસંદ કરવામાં આવેલ છે.

જેમાં ઓનલાઈન પ્રશ્નોતરી મેથડ આપેલ અને રાજ્યની પાંચ હજાર જેટલી શાળાઓએ ચેલેન્જ મેથડમાં સહભાગી થયા હતા જેમાં 70% થી ઉપર ગુણ પ્રાપ્ત કરેલ રાજ્યની 274 શાળાઓ પસંદ કરવામાં આવેલ છે,આ પીએમશ્રી શાળાઓને નોલેજ સેન્ટર બનાવવાની છે,પીએમશ્રી શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પુરી પડવાની જોગવાઈ છે

વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરાવવું, વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયલક્ષી વોકેશનલ ટ્રેનિંગ આપવી વગેરે જોગવાઈઓ કરેલ છે,આ ઉપરાંત શાળાને ગ્રીન સ્કૂલ બનાવવી,શાળામાં BSLA બાલા પ્રોજેકટ અંતર્ગત બિલ્ડીંગ એઝ અ લર્નિંગ એઈઝ્ડ શાળાનું બાંધકામ એવું કરવું કે જેમાંથી બાળક કંઈક ને કંઈક શીખે, શાળાની દિવાલોને બોલતી દિવાલો કરવી એટલે બાલા ગ્રીન સ્કૂલ,ફિલ્ડ વિઝીટ,એક્સપોઝર વિઝીટ,સેફટી & સિક્યુરિટી, ઓર્ગેનિક ફાર્મીગ,કિચન ગાર્ડન ડીપ ઈરીગેશન,વોકેશનલ ટ્રેનિંગ સાયન્સ સર્કલ,મેથ સર્કલ,એક ભારત શ્રેષ્ઠ ભારત,ટ્વિનિંગ પ્રોગ્રામ, રાણી લક્ષ્મી બાઈ સ્વરક્ષણ તાલીમ,ઉજાસ ભણી પ્રમોટિંગ ગ્રીન સ્કૂલ,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP વગેરેની વિસ્તૃત સમજ દિનેશભાઈ વડસોલા શાળાના પ્રિન્સિપાલ અને જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આપી હતી.તમામ તાલીમાર્થીઓએ શાળામાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરી હતી.તમામ તાલીમાર્થીઓએ સુંદર પ્રાર્થના કાર્યક્રમ રજૂ કર્યો હતો

આ મુલાકાત સફળ બનાવવા એમ.પી.પટેલ બી.એડ.કોલેજ જોધપરના પ્રિન્સિપાલ રજનીશ બરાસરા,પ્રાધ્યાપક નિપુર્ણ અંદરપા હેમાબેન જોષી પ્રિન્સ દંતાલિયા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર