Thursday, January 2, 2025

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અત્યાર સુધીના ૨૯ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ- રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૩-૨૦૨૪ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવાર ના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦ ૮૨૪૬૮,હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૯૩૦૧ લોકો એ લાભ લીધો હતો તેમજ ૪૧૦૯ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર