Monday, December 30, 2024

મોરબી: વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ્વતી શિશુમંદિર ખાતે વિજ્ઞાન મેળો યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ૨૮ ફેબ્રુઆરીએ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં પણ ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિજ્ઞાનમેળાને વિદ્યાલયના ટ્રસ્ટી વ્યવસ્થાપક તેમજ આયુર્વેદના ડોક્ટર હર્ષદભાઈ અંબાસણા, જ્યોતિષશાસ્ત્રી બાલુભા જાડેજા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ ૧૨ વિભાગોમાં ૮૦ થી વધુ પ્રયોગો રજુ થયા હતા. જેમાં 50 જેટલા વર્કિંગ મોડેલ તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સમજૂતી સાથે રજૂ કર્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પડેલ વૈજ્ઞાનિક કૌશલ્ય તેમજ દ્રષ્ટિકોણ ખીલે તેમજ ભારતીય દ્રષ્ટિકોણ સાથે વિજ્ઞાન અને ધર્મનું સમાયોજન કરી ભારતના ભૂગોળનું સાંસ્કૃતિક મહત્વ પણ રજૂ કરી શકે જેમાં રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ખગોળ, જ્યોતિષશાસ્ત્ર આયુર્વેદવિજ્ઞાન, વાસ્તુશાસ્ત્ર, એક્યુપ્રેશર, પંચમહાભૂત તેમજ સંગીત આધારિત ચિકિત્સા પદ્ધતિ અને ગણિતના કોયડાઓ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ જોઈ સૌ કોઈ વાલીઓ આશ્ચર્યચકિત થયા.

આ વિજ્ઞાન મેળામાં અંદાજે ૧૫૦૦ જેટલા વાલીઓ બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ શનાળા ગામમાંથી અન્ય વિદ્યાલયના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિજ્ઞાન મેળામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમક્ષેત્રના માનનીય સંઘ સંચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા એ મુલાકાત લઇ બાળવૈજ્ઞાનિકોને બિરદાવ્યા હતા. તેમજ શાળાના આચાર્યો પ્રધાનાચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાનમેળાને સફળ બનાવવા ખૂબ મહેનત કરી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર