Friday, September 20, 2024

મોરબી: શેરબજારમાં રોકાણ કરાવી લોભામણી લાલચ આપી રૂ.4.47 લાખની છેતરપીંડી કરનાર ત્રણ આરોપી ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ.૪,૪૭,૧૫૦/- ની છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા છે.

ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નુ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુ.ર. આઇ.પી.સી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦બી તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ.

આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરતા આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ, આરોપી, હરીશ ગોબરભાઇ વહાભાઇ ભરવાડ તથા આરોપી ગણેશ ગગન થાપા રહે.બધા ફતેગંજ, વડોદરા વાળાઓને પકડી પાડી વધુ તપાસ તજવીજ ચાલુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર