મોરબી: મોરબી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના બે ફુટના ઓટલા ઉપરાંત છ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ છ ફુટના ઓટલાથી આગળ ચાર ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. તેમજ આજુબાજુની સોસાયટીની બહેનો દિકરીઓને પણ ના છુટકે આવા ગેરકાયદેસર દબાણના કારણે સાકડા રસ્તાના કારણે ત્યા થી ફરીને પસાર થવુ પડે છે.
જ્યારે આજુબાજુની સોસાયટીના નાના બાળકો માટે તો ત્યાથી પસાર થવુ અત્યંત જોખમી બની ગયેલ છે અને વારંવાર આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. તથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.
તેમજ અવની ચોકડી પાસેની સોસાયટીના રહીશો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે નરસંગ ટેકરી થી હિરાસરી સુધીનો રોડ થવાનો હોય તથા અવની ચોકડીથી હનુમાન મંદિર સુધીનો રોડ કરવાનો હોય તો રોડ થાથ તે પહેલાં આ વધારાના દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.
હમણાં મોરબી માં વ્યાજ ના વિષચક્ર માં ફસાવવામાં ના અનેક કિસ્સા સામે આવ્યા, જેમાં લોકોએ હથિયાર પરવાનાની માંગણી માટે આવેદન પણ આપ્યું હતું
લોકો એવી પણ વાતો કરતા હોઈ છે કે જો વ્યાજખોરો શોષણ કરતા હોઈ તો વ્યાજ પર લેવા જ શા માટે જોઈએ. પરંતુ હકીકત એવી નથી હોતી લોકો...
મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બાકડા ઉપર કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (ઉ.વ.૪૦) નામના યુવકનું મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બગીચાના બાકડા ઉપર કોઈ કારણસર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી...
મોરબીના વજેપરમા મોમાઈ ડેરી પાછળ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાંથી વિદેશી દારૂની આઠ બોટલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...