Tuesday, December 24, 2024

મોરબી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 1354  દીકરીઓને રૂ. 162.22 લાખથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી છે.

સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૩૫૪ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ. ૧૬૨.૨૨ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

‘કુંવરબાઈનું મામેરું સહાય યોજના’ માં પહેલા રૂ. ૧૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં રૂ. ૨,૦૦૦ નો વધારો થતાં હાલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે ‘https://esamajkalyan.gujarat.gov.in/’ એટલે કે ઈ-સમાજ કલ્યાણ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર