વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ
વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તા. 02 ના રોજ યોજાનાર મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના પદગ્રહણ સમારોહના આયોજન વિશે ચર્ચા કરી, બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી હતી
આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ઈસ્માઈલભાઈ બાદી, યાર્ડના પુર્વ ચેરમેન શકિલ પીરઝાદા, ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહીલ, નારણભાઈ કેરવાડીયા, યુનુસભાઈ શેરસીયા, આબીદ ગઢવારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.