મોરબીના ડોકટર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ
રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે મોહનભાઈ કુંડારિયા,દુર્લભજીભાઈ દેથરીયા બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં લેબોરેટરીનું ઉદ્દઘાટન
આજના આ આધુનિક યુગમાં અવારનવાર અનેક રોગોથી માનવ જીવ હેરાન પરેશાન થતો હોય છે, ત્યારે રોગોના મૂળ સુધી પહોંચવા એના કારણ સુધી પહોંચવા માટે યુરિન ટેસ્ટ,બ્લડ ટેસ્ટ દ્વારા શરીરમાં રહેલી ખામીઓને જાણવા માટે પેથોલોજી લેબોરેટરીની આવશ્યકતા હોય છે, લોકોની આ જરૂરિયાતને પહોંચી વળવા મોરબીની બે ડોકટર દિકરીઓ ડો.પ્રેક્ષા અઘારા વડસોલા અને ડો.પૂર્વી અઘારા વિરોજાએ અતિ આધુનિક મશનરી સાથે ઝડપી રિપોર્ટની સુવિધા, લોહીની તપાસના તમામ પ્રકારના રિપોર્ટ જેવા કે લોહીના ટકા (H.B.) તથા કણોની તપાસ કોલેસ્ટ્રોલ તથા પ્રોટીન, ડાયાબીટીસ, થાઇરોઇડ તથા અન્ય હોર્મોનની તપાસ, વિટામિન પેનલ,યુરિન તથા સ્ટુલના રિપોર્ટ બાયોપ્સી અને સાયટોલોજી રિપોર્ટ, લીવર,કિડનીના વગેરે રિપોર્ટ માટે હોમ કલેકશનની સુવિધા,વોટ્સએપ દ્વારા ઘરે બેઠા રિપોર્ટ મેળવવાની સુવિધાઓ સાથે રાજકોટ ખાતે ફિલ્ડમાર્શલ રોડ,હિરા પન્ના કોમ્પ્લેક્ષ, મોટા મવા ખાતે મોહનભાઈ કુંડારિયા સાંસદ ભારત સરકાર દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી, બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર, બાવનજીભાઈ મેતલિયા પૂર્વ ધારાસભ્ય, અરવિંદભાઈ વાંસદળીયા પ્રમુખ તાલુકા ભાજપ-મોરબી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો,આ પ્રસંગે સગા સંબંધી સ્નેહીજનોને લેબોરેટરીના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.