Friday, January 3, 2025

મોરબીના રવાપર ગામેથી વિદેશી દારૂની 215 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૧૫ કિ.રૂ.૯૨,૮૦૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪.૯૭,૮૦૫/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની બ્રેઝા કાર નં.GJ-36-L-3120 વાળીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧૫ કિં રૂ.૯૨,૮૦૫ તથા બ્રેઝા કાર નં- GJ-36-L-3120 કિં ३. ૪,००,०००/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪,૯૭,૮૦૫/- નો મુદામાલ સાથે એક આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા રહે. રવાપર ગામ શિવ શક્તિ સોસાયટી તા જી. મોરબીવાળો મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ અન્ય એક શખ્સ દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે. હાલ મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર