Monday, October 21, 2024

મોરબી માં શિક્ષણ ના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો, ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે જેમાં આશરે 250 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે.

કોરોના કાળ માં અને કોઈ આકસ્મિત ઘટનાઓ માં જે વિદ્યાર્થીઓના માતા-પિતાના અવસાન થયા છે તે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આગામી વર્ષ 2024-25 માં મળી રહે તે હેતુસર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૫ ગરીબ કન્યાઓ એ લાભ લીધેલ આ કન્યાઓને દાતાના સહયોગથી સોનાની બુટ્ટી, સોનાનો નાથ નો દાણો, ચાંદીના સાંકડા, કબાટ, સેટી, ગાદલા, ટીપોઈ, ખુરશી જોડી સહિતની આશરે 70 થી વધુ ઘરવખરીની સામગ્રીઓ કરિયાવરમાં આપવામાં આવેલ.

આ લગ્નત્સવમાં આપનાર દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર મંત્રી કેશવલાલ ચાવડા ટ્રસ્ટી વલ્લભદાસ પરમાર ની અગવાની માં જીતેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ ચાવડા, અશોકભાઈ ચાવડા, હસમુખભાઈ સોલંકી, સંદીપભાઈ દેલવાડીયા, રાજેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ગોહેલ, સુરેશભાઈ ચાવડા, નાનજીભાઈ રાઠોડ, રામજીભાઈ પરમાર, આકાશભાઈ પરમાર, મૂળજીભાઈ સોલંકી, મણીભાઈ ચાવડા, અમરશીભાઈ ચૌહાણ, હમીરભાઇ ચાવડા, મહેન્દ્રભાઈ પરમાર, જયદીપભાઇ સારેસા, મહેશભાઈ પરમાર, રવજીભાઈ સોલંકી, જેન્તીભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર, મોહનભાઈ સોલંકી, અશોકભાઈ ચૌહાણ, નાનજીભાઈ બોસિયા, મહેશભાઈ સોલંકી, હિતેન્દ્રભાઈ પરમાર, અજયકુમાર વાઘેલા, અરવિંદભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, પ્રવીણભાઈ શુકલ, જયેશભાઈ સારેસા, રમેશભાઈ સોલંકી, નાગજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સાગઠીયા, દીપકભાઈ પરમાર, તેમજ પરેશ પારિઆ એ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર