બળાત્કાર તથા અપરણ તેમજ પોકસો એકટ હેઠળના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ
મોરબી બી ડીવીઝન પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો
મોરબી બી ડીવીઝન પોલીસ મથકના અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને અંજારના ભીમાસર ગામ નજીકથી ઝડપી પાડી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ અપહરણ અને દુષ્કર્મનો ગુન્હો નોંધાયેલ હોય જે અંગે આરોપીને ઝડપી પાડવા માટે કામગીરીમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી પ્રકાશ મહાદેવભાઈ પઠાણ રહે-ભીમાસર તા.અંજાર વાળો ભીમાસર ગામે હોવાની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડી આરોપી પ્રકાશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ કે એમ છાસીયા, બી આર ખટાણા, બી આર ખાંભરા, વિજયભાઈ મિયાત્રા, બ્રિજેશભાઈ જેસંગભાઈ અને પ્રદીપસિંહ બહાદુરસિંહ સહિતની ટીમે કરેલ છે