સોસીયમ મીડિયામાં હથિયારો સાથે સીન નાખનારના સીન વિખાયા, પોલીસે ગુનો નોંધ્યો
સોસીયલ મીડિયામાં હથિયારો સાથે સીન સપાટા કરનાર શખ્સો સામે પોલીસે લાલઆંખ કરી છે ત્યારે મોરબી એસ ઓ જી ટીમે હથિયારો સાથે સોસીયલ મીડિયામાં ફોટા પોસ્ટ કરી સીન નાખનાર શખ્સ અને હથિયાર આપનાર સામે કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ મોરબી એસ ઓ જી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમીયાન સોસીયલ મીડિયામાં પણ નજર રાખી કામગીરી કરી રહી હતી દરમિયાન ઇન્ટાગ્રામ આઈ ડી MAYA_SARKAR નામના આઈ ડી પર હથિયારો સાથે ફોટો પોસ્ટ થયેલ હોય જે ધ્યાને આવતા તપાસ હાથ ધરવામાં આવતા હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર મયુર શાંતિલાલ વડસોલા રહે-અવની ચોકડી, મધર પેલેસ એપાર્ટમેન્ટ વાળો હોવાની માહિતી મળતા તેને ઝડપી પાડી પુછપરછ કરતા તે હથિયાર નીશીતભાઈ રમેશભાઈ પટેલ રહે-ફ્લોરા હાઉસ, ગેંડા સર્કલ પાસે વાળા નું હોવાનું તપાસમાં સામે આવતા નીશીતને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે