મોરબીના જુના મકનસર ગામે નુકશાનીના ખર્ચ બાબતે માતા-પુત્રને માર મારી ધમકી આપી
મોરબીના મકનસર ગામે અક્સમાત થયેલ મોટર સાઈકલના નુકશાનીના ખર્ચ બાબતે એક શખ્સે માતા પુત્રને ગાળો આપી લાકડીના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના જુના મકનસર ગામે રહેતા ગીતાબેન હરિભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા ભાવેશભાઈને આજથી બે ત્રણ વર્ષ પહેલા આરોપી પ્રકાશ વાલજીભાઈ પરમારના મિત્ર હેમંતનું મોટર સાઈકલ લઇ ગયેલ હોય જેનું અકસ્માત થતા નુકશાન થયેલ હતી જે નો ખર્ચ હેમંતએ માંગેલના હોય જે તે હાલમાં ત્યાં રહેતો પણ ના હોવા છતાં મોટર સાઈકલના અક્સમાતના ખર્ચના પૈસા આરોપી પ્રકાશે સાહેદ ભાવેશભાઈ પાસે માંગી ઝધડો કરી ગીતાબેન અને ભાવેશભાઈને ગાળો આપી આરોપી પ્રકાશે લાકડી વડે ગીતાબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે