મોરબીના ગ્રીનચોક પાસે ઘરમાં શોર્ટસર્કીટ થતા દાઝી જતા આધેડનું સારવારમાં મોત
મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મહાવીર એપાર્ટમેન્ટ પાસે શામકશેરીમાં વૃદ્ધને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ શામકશેરીમાં રહેતા રમેશચંદ્ર કુમુદચંદ્ર દવે ને પોતાના ઘરે ઇલેક્ટ્રિક શોર્ટ થવાથી દાઝી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાંથી તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવામાં આવતા ફરજ પરના ડોકટરે તેને મૃતજાહેર કર્યા હતા જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે