Saturday, December 28, 2024

વાકાનેરના કોઠી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામેથી યુવકનુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપરમા શેરી નં -૦૮ માં રહેતા લખમણભાઇ મેરૂભાઈ ગોલતરે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૨-૨૦૨૪ થી ૦૬-૦૨-૨૦૨૪ દરમ્યાન કોઈપણ વખતે વાકાનેર તાલુકા કોઠી ગામે મહેશભાઈ રાઘવાભાઈ મુંઘવાના ઘર પાસેથી ફરીયાદુનુ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે -૩૬-કે-૮૧૮૨ જેની કિંમત રૂ.૪૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર લખમણભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર