Friday, October 18, 2024

સરદારનગર (સરવડ) ગામના લોકોએ ગામની સુરક્ષા માટે જાતે મેદાનમાં આવવાનું નક્કી કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક તરફ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ત્યારે ગામને લૂંટ ને ચોરી થી બચાવવા ગામના લોકો દ્વારા જાત મહેનત જિંદાબાદ નો નિર્ણય

શિયાળામાં આ સમયમાં હોળી સુધી નાની મોટી ચોરી ચપાટી અને લૂંટફાટના બનાવો વધતા હોય છે તેવા સમયે જિલ્લાની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓની સંખ્યા વસ્તીની સરખામણીએ ખૂબ ઓછી કહી શકાય એવા સમયે નાગરિક ખુદ જાગૃત બનીને પોતાના ગામ કે વિસ્તારની સુરક્ષા માટે ગ્રામજનોએ રાત્રી દરમિયાન ગામમાં અલગ અલગ ટીમો બનાવી રાત્રી ફેરી કરી અને ચોરી લૂંટ જેવી ઘટના નાં બને તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે તાજેતરમાં સરદાર નગર(સરવડ)ગામમાં ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતીને લુંટી લેવામાં આવ્યું હતું જેથી હવે જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા ગ્રામજનો જાતે જ ચોરીના બનાવો રોકવા રાત્રી પહેરો આપશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર