National Science Conference માં મોરબીની એલીટ સાયન્સ કોલેજ નો દબદબો
આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજી નો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રે સારી એવી સિદ્ધિઓ હાંસિલ કરે તેવા પ્રયત્નો કરતી આવી છે.
તાજેતરમાં તારીખ 04/02/2024 ના રોજ આયોજિત 14TH NATIONAL LEVEL SCIENCE SYMPOSIUM માં Oral Presentation માં એલીટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં જાની દેવ (S.Y. B.Sc.) એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એલીટ કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ. ડી. કલોલા સર, કેમ્પસ ડિરેક્ટર રવિન સરે વિદ્યાર્થીને તથા પ્રધ્યાપકોને આ સિદ્ધિ મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તથા ભવિષ્યમાં આવી અનેક સિદ્ધિઓ હાંસિલ કરે તેવા આશીર્વાદ આપ્યા છે.