ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે
ઈચ્છુકોએ ૧૯ ફેબ્રુઆરી સુધીમાં www.rrbahemdabad.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની જગ્યા પર કુલ – ૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર છે, જેના માટે તા. ૧૯-૦૨-૨૦૨૪ સુધી ઓનલાઈન www.rrbahemdabad.in વેબસાઈટ પર અરજી કરી શકાશે.
અરજી કરવા માટે ઉમેદવારની જરૂરી લાયકાત ૧૦ પાસ + આઈ.ટી.આઈ (૧. આર્મેચર & કોઈલ વાઇન્ડર, ૨. ઇલેક્ટ્રીશિયન, ૩. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ૪. ફિટર, ૫. હિટ એન્જીન, ૬. ઇંસ્ટ્રુમેન્ટ મિકેનિક, ૭. મિકેનિષ્ટ, ૮. મિકેનિક(ડીઝલ), ૯. મિકેનિક(મોટર વ્હિકલ), ૧૦. મિકેનિક(રેડીઓ & ટી.વી), ૧૧. મિલવ્રાઇટ મેન્ટેનન્સ મિકેનીક, ૧૨. રેફ્રીજરેટર & એર ક્ન્ડીશનર મિકેનિક, ૧૩. ટ્રેકટર મિકેનિક, ૧૪. ટર્નર ૧૫. વાયરમેન) અથવા ડિપ્લોમા & ડિગ્રી (૧. ઓટોમોબાઇલ એન્જી., ૨. ઇલેક્ટ્રીકલ એન્જી., ૩. ઇલેક્ટ્રોનિક્સ એન્જી., ૪. મિકેનિકલ એન્જી.) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ અરજી માટે એસ.સી./એસ.ટી./ઓબીસી/ઈડબલ્યુએસના ઉમેદવારોએ રૂ.૨૫૦/- તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોને આ ભરતી બાબતના ફોર્મ માટે જિલ્લા રોજગાર કચેરી, મોરબી તેમજ મોરબી જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. અને ટેકનિકલ કોલેજ દ્વારા વિનામૂલ્યે મદદ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાની અરજીની પ્રિન્ટ જિલ્લા રોજગાર કચેરી, મોરબી ખાતે જમા કરાવવી જેથી સંભવિત શરૂ થનાર નિ:શૂલ્ક તાલીમ વર્ગમાં ઉમેદવારોને તાલીમનો લાભ મળી શકે. વધુ માહિતી માટે સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, મોરબી અથવા નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક સાધવા મોરબી રોજગાર અધિકારી મનિષા સાવનિયાની યાદીમાં જણાવાયું છે.