Sunday, January 5, 2025

MSME ના નવા કાયદામાં પેમેન્ટની સમસ્યા અંગે સિરામિક એસો. દ્વારા દિલ્હી ખાતે સાંસદ અને નાણામંત્રીને રજૂઆત કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા ખરીદેલ માલનું પેમેન્ટ ૪૫ દિવસમાં કરવામાં સમસ્યા નડતી હોય જે મામલે આજે સિરામિક ઉદ્યોગના અગ્રણીઓએ MSME મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી

૧-૦૪-૨૪ થી ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 B(h) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે, જેમા સીરામીક ઉઘોગનુ રો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસ ની ઉઘારીમાં થતુ હોય છે ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ જેથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાથે દિલ્હી ખાતે Central board of Direct Tax ના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણે સાહેબને રજુઆત કરેલ તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીનિમઁલા સીતારામનનો સમય લઈને કેન્દ્રીય નાણા મંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને સાસંદ મોહનભાઈ કુંડારીયા દૃારા આ બાબતે રજુઆત કરવામાં આવી હતી

જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ, મોરબી સીરામીક મેન્યુ.એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજૂઆત કરતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર