મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો
મોરબી:આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદના મહિલા સ્વયં સહાયતા સહિતના અન્ય કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં NGO સાથે સંપર્ક, વીઓ ની ચાય પે ચર્ચા,નમો એપ ડાઉનલોડ અને નમો એપ એમ્બેસેડર બનાવવા તેમજ સરલ એપ ડાઉનલોડ કરવી વિગેરે કાર્યક્ર્મ નું આયોજન મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખ અલ્પાબેન ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મહામંત્રી નિર્મળાબેન હડીયલ તેમજ કિશાન મોરચા ના ઉપપ્રમુખ ભાણજીભાઈ વરસડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા,રીશીપભાઈ કૈલા,તેમજ રોહીતભાઈ સોનગ્રા ,કેવિન ભાઈ શાહ તેમજ શહેર ના તમામ હોદેદાર ભાઈઓ અને બહેનો તેમજ મહીલા મોરચાની ટીમ, સખી મંડળ, એન.જી.ઓ,વીઓ ની તમામ બહેનોની ટીમ વિગેરે એ કાર્યક્ર્મ માં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન મોરબી મહિલા મોરચા ના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું