Friday, December 27, 2024

મોરબીના લક્ષ્મીનગર નજીકથી શિકારી ગેંગ ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગોળી મારી નીલગાયનો શિકારી કરતા હતા

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક શિકારી ગેંગ સક્રિય થઇ હોય અને નીલગાયનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે મોરબી વનવિભાગની ટીમ તપાસમાં દોડી ગઈ હતી અને સાત જેટલા ઇસમોને ઝડપી પાડી બંદુક, કાર સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા આઠ દસ દિવસથી નીલગાયની શિકાર થતો હોવાની શંકાના આધારે મોરબીવન વિભાગની ટીમનો રેન્જનો સ્ટાફ તપાસમાં હોય દરમિયાન ફાયરીંગનો આવાજ આવતા તે દિશામાં તપાસ ચાલી કરી હોય દરમિયાન એક નીલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઇસમો રંગે હાથ ઝડપાયા હતા જેથી વધુ તપાસ કરતા વધુ એક નીલગાયના અવશેષો મળી આવ્યા હોય અને ત્રણ શખ્સોની ધરપકડ કરી સાતેય શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા-૨૦૨૨ ની કલમ – ર(૧૬), ર(૨૦), ર(૩ર), ૨(૩૬), ૯, ૩૯, ૫૦ તથા ૫૧ મુજબ રે.ગુ.નં.૪૬/૨૦૨૩-૨૪થી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વન વિભાગની ટીમે ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કાર-૧, સ્વિફ્ટ કાર -૧, મહિન્દ્રા બોલેરો પીક અપ યુટીલીટી -૧, હીરો સ્પ્લેન્ડર પ્લસ- ૧, હોંડા એક્ટીવા-૧ તથા બાર બોર બંદુક-૧ એમ કુલ મળી ૨૧,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે તેમજ દરેક વ્યક્તિ દીઠ ૧,૦૦,૦૦૦ લેખે સાત વ્યક્તિઓની ૭,૦૦,૦૦૦ ની એડવાન્સ રીકવરી પેટે વસુલાત કરવામાં આવેલ છે

નિલગાયનો શિકાર કરતા પકડી પડેલ આરોપી રમઝાન ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, સિરાજ ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, મનસુર ઈશાક સામતાણી રહે. વીસીપરા, ઈબ્રાહિમ હાસમ કટીયા રહે. વીસીપરા, આશિફ મામદભાઈ માણેક રહે. વીસીપરા મોરબી, અબ્બાસ દાઉદ માણેક તથા ઈશાક ફતેમામદ કટીયા રહે. ભોડી વાંઢ, કાજેડા રોડ માળીયા વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વન વિભાગની આ કામગીરીમાં રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.સી. જાડેજા, વનપાલ કાલિકાનગર કે.એમ. જાંબુચા,વનપાલ મોરબી એમ.કે. પંડિત અને વનરક્ષક મોરબી એન.એલ. દુધરેજીયા સહિતની ટીમે કરેલ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર