મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જ્યંતી નિમિત્તે તા.12 ફેબ્રુઆરીના રોજ સમગ્ર મોરબી જિલ્લામાં રજા જાહેર કરતું સામાન્ય વહીવટ વિભાગ
જવલંત ત્રિવેદી અધિક સચિવ (પ્રોટોકોલ) સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આગામી 12 ફેબ્રુઆરી ના દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ અંતર્ગત જાહેરનામું બહાર પાડયું
તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ-સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે જેમાં ભારતના માન. રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે.
સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવે છે.
ઉપરાંત ટંકારા શિક્ષણ અધિકારી દ્વારા ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં 10,11,12 એમ ત્રણ દિવસની સ્થાનિક રજા જાહેર કરી દેતા બાળકો સહિતના ને લાભ લઈ શકે માટે નિણય લિધો છે.