Sunday, December 22, 2024

હળવદ માર્કટયાર્ડમાંથી બોલેરો ગાડી ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ માર્કેટયાર્ડના પાર્કીંગમાથી બોલેરો ગાડી ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ જી.આઈ.ડી. સી સ્કુલ નં -૧૧ ની બાજુમાં રહેતા મેહુલભાઈ ભૂપતભાઇ રાતૈયા (ઉ.વ.૨૭) એ આરોપી દેવરામ પોખરામભાઈ જાટ ડોડી રહે. બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૯-૧૨-૨૦૨૩ થી ૨૦-૧૨-૨૦૨૩ દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીની મહિન્દ્રા કંપનીની બોલેરો પીક-અપ જેના રજીસ્ટર નંબર GJ-13-AT-6137 જેના સને ૨૦૧૪ ના મોડેલની વાઈટ કલરની જેની કી.રૂ. આશરે.૩,૦૦,૦૦૦/- વાળી ગઇ તા.૧૯/૧૨/૨૦૨૩ ના કલાક-૨૧/૦૦ થી તા.૨૦/૧૨/ ૨૦૨૩ ના કલાક-૦૯/૩૦ દરમ્યાન કોઈપણ સમયે દેવારામ પોખરારામ જાટ (ડૉડી) રહે. ડોડીયાકી ધાની રાવતસર તા.જી. બાડમેર (રાજસ્થાન) વાળો ચોરી કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર મેહુલભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર