મોરબીમાં કારનો કાચ તોડી પર્સમાંથી 1.53 લાખના સોનાના ચેનની ચોરી
મોરબી: મોરબી વાવડી રોડ પવિત્ર હોલના પાર્કીંગમા રહેલ કારનો પાછળનો કાચ તોડી કારમાં રહેલ પર્સમાંથી ચાર તોલા સોનાનો સેટ કિં રૂ.૧,૫૩,૯૯૦ ના મુદ્દામાલ માલની ચોરી કરી ચોર નાશી છુટયો હતો. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામા રામનાથ સોસાયટી ગણાત્રા હોલ પાસે રહેતા કીરીટભાઇ મનસુખલાલ નિમાવત (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીની ફોર વ્હીલ હોન્ડા કંપનીની અમેઝ કાર રજીસ્ટર નં.જીજે-૩૭-જે-૫૯૨૪ વાળીનો પાછળનો નાનો સાઈડ કાચ તોડી રૂ,૩૦૦૦/-ની નુકશાની કરી ફોર વ્હીલ કારની અંદર પર્સમા રહેલ સોના નો ચાર તોલા નો સેટ કિ રૂ ૧,૫૩,૯૯૦/-ની ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કિરીટભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૨૭,૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.