Monday, December 23, 2024

માળીયાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ સરડવાને સંરપંચના હોદા પર પુનઃ સ્થાપિત કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા તાલુકાના સરડવા ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ સરડવાને સંરપંચના હોદા પરથી મોકુફ રાખવામાં આવ્યા હતા જે બાદ નવનીતભાઈએ વિકાસ અધિકારી કમીશ્નર ગાંધીનગર સમક્ષ અરજી કરતા નવેસરથી નિર્ણય લેતા સરપંચના હોદા પર પુનઃ સ્થાપિત કરવા હુકમ કરેલ છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતીલાલ સરડવાને કચેરીના આદેશથી ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ – ૫૯ (૧) હેઠળ હોદ્દા પરથી મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવેલ, જે હુકમથી નારાજ થઈ વિવાદીએ હુકમ વિરુદ્ધ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ અરજી કરતાં, અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગરના આદેશથી કેસની ચકાસણી કરીને નવેસરથી નિર્ણય લેવા કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હોય, જે કેસની ચકાસણી કરીને જે આખરી નિર્ણય લેવાય તેને આધીન રહીને સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતીલાલ સરડવાને પોતાના સરપંચનાં હોદ્દા પર પુન:સ્થાપિત કરવા હુકમ કરેલ છે. આથી અધિક વિકાસ કમિશ્નર, ગાંધીનગરના તા.૨૯/૦૧/૨૦૨૪ના આદેશ અનુસાર અમલવારી કરવાની સૂચના આપવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર