મોરબીમાં ગાઢ ધુમ્મસ છવાયું, સમગ્ર માહોલ હિલ સ્ટેશન જેવો આહલાદક બન્યો
મોરબી શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ધુમ્મસને પરિણામે વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના પરિણામે વાહનચાલકોને તકલીફ પડી હતી. જો કે શહેરીજનોએ મોરબીમાં જ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યું હતું.
મોરબીમાં વહેલી સવારે સર્વત્ર ઝાકળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઠેર ઠેર ઝાંકણ પાણીના ટીપા સ્વરુપે ઉપસી આવી હતી. આકાશમાં ગાઢ વાદળા છવાઈ ગયા હતા. જેના લીધે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું. આખું મોરબી જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો.હવામાનમાં આવેલા પરિવર્તનને લીધે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેનાથી વાહન ચાલકોને તકલીફ પડી હતી. જેમાં વાહન ચાલકોએ હેડ અને ટેલ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવિંગ કરવું પડ્યું હતું. આ ધુમ્મસને લીધે અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને પણ ટાઈમિંગ જાળવવામાં મુશ્કેલીઓ પડી હતી.સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું.