મોરબી પંચાસર રોડ પર ટ્રકે હડફેટે લેતા મહિલાનું કમકમાટીભર્યું મોત:ડ્રાઈવર વિરુદ્ધ ફરીયાદ દાખલ
મોરબી: મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીના ઝાંપા પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પતિએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા રમણીકભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૫૫) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર – જીજે -૦૧-એક્ષ-૩૮૮૮ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧-૦૧-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાના હવાલાનું વાહન ટ્રક જેનો રજીસ્ટર નં-જીજે-૦૧-એક્ષ-૩૮૮૮ વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીની પત્નિ સાહેદને ટક્કર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા કંકુબેન રમણીકભાઇ ડાભીનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પતિ રમણીકભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.