મોરબીના સામાજીક કાર્યકર આરતીબેન દ્વારા વિવિધ સરકારી યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના સામાજીક કાર્યકર તેમજ સામાજિક અગ્રણી આરતીબેન મેહુલભાઇ રત્નાણી દ્વારા વાઘપરા સતવારા સમાજની વાડીમાં શેરી નં – ૬ ખાતે રવિવારના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી પી.એમ.વિશ્વકર્મા યોજના, આભાકાર્ડ (હેલ્થ આઈડી), ઈ શ્રમ કાર્ડનો વિના મુલ્યે કેમ્પ રાખવામાં આવેલ હતો
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો આ કેમ્પમાં સામાજિક કાર્યકર રિયાઝભાઈ ઘાંચી,માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી,ચતુરભાઈ વરાણિયા,જિલ્લા ભાજપના આઇટી સેલના પ્રમુખ કેવિન શાહ,csc ઓપરેટર જીતેન્દ્રભાઈ મકવાણા ,રિયાઝભાઈ અને ભાજપ શહેર મહિલા મોરચા ના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા આ કેમ્પને સફળ બનાવામાં આવેલ હતો
આ કેમ્પમાં આવેલ લાભાર્થીઓ સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવેલ હતું અને યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી