Friday, January 3, 2025

મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં ડૂબેલા સગીરનો મૃતદેહ મચ્છુ ડેમ માંથી મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ગઈકાલે એક સગીર વયનું બાળક કેનાલના પાણીમાં તણાઈ ગયું હતું જેને પગલે મોરબી ફાયર ટીમ દ્વારા આખો દિવસ શોધખોળ ચલાવવા છતાં સગીરનો પત્તો લાગ્યો ના હતો

બાદમાં અંધારું ઘેરાઈ જતા સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું તો રવિવારે બાળકની શોધખોળ ચલાવ્યા બાદ આજે સોમવારે સવારથી ફાયર ટીમે ફરી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું અને એક દિવસની શોધખોળ બાદ આખરે ફાયર ટીમને મચ્છુ ડેમ -૨ માંથી સગીરનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો ફાયર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક અલખરામ તુલસીરામ (ઉ.વ.આશરે ૧૨ થી ૧૩) રહે મૂળ ઉત્તરપ્રદેશ વાળા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર