Saturday, December 28, 2024

ટંકારાના બંગાવડી ગામે યુવતીના પિતાને ચાર શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના બંગાવડી ગામે ફરીયાદી યુવતી તથા આરોપીના ફળી બાજુ બાજુમાં રહેતા હોય અને યુવતીના પિતાજીને ચારે આરોપીઓ ગાળું આપતા હોય જેથી ગાળુ આપવાની ના પાડતાં ચારે શખ્સો ઉશ્કેરાઇ જઇ યુવતીના પિતાજીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા ઉર્વશીબા સિંધ્ધરાજસિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ.૨૧) એ આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન મહેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. બધા બંગાવડી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૧-૨૦૨૪ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓ તથા ફરીયાદ બાજુ બાજુમાં રહેતા હોય અને આરોપી કુલદીપસિંહ ફરીયાદના પિતાજીને ગાળો દઇ હેરાન પરેશાન કરતો હોય જે બાબતે ફરીયાદીના પિતાજીએ ગાળો આપવાની ના પાડતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી બોલાચાલી કરી ઝધડો કરી ફરીયાદીના પિતાજીને આરોપી રાજદિપસિંહે બે ત્રણ જાપટ મારી તથા આરોપી જયદીપસિંહએ લાકડાનો ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી. આ બનાવ અંગે ભોગ બનનારની પુત્રી ઉર્વશીબાએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર