મોરબીના પ્રેમજીનગર ગામે યુવકને ત્રણ શખ્સોએ લાકડી વડે ફટકાર્યો
મોરબી: મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રસ્તા પર આઈસર રાખેલ હોય જે નડતર રૂપ હોય જેથી યુવકે આરોપીને વાહન રસ્તામાંથી લઈ લેવા કહેતા યુવકને અપશબ્દો બોલી ત્રણ શખ્સો યુવકના ઘર પાસે જઈ જાતી પ્રત્યે હડધૂત કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડી વડે ફટકાર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા મહેશભાઇ નાથાભાઈ ઉર્ફે હરેશભાઈ શ્રીમાળી (ઉ.વ.૪૦) એ આરોપી પુનાભાઈ સોંડાભાઈ ભુંડીયા, મશરૂભાઈ સોંડાભાઈ ભુંડીયા તથા બાબુભાઈ બચુભાઈ ભુંડીયા રહે બધા પ્રેમજીનગર ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૧-૨૦૨૪ ના રોજ સવારના આશરે અગિયારેક વાગ્યાના અરસામાં આરોપી પુનાભાઈએ રસ્તામાં પોતાનુ આઇશર વાહન રાખેલ હોય જે ફરીયાદીને નડતર રૂપ હોય જેથી ફરીયાદીએ આરોપી પુનાભાઈને આઇશર વાહન રસ્તામાંથી લઇ લેવા કહેતા આરોપીએ ફરીયાદીને જાહેરમાં જાતીપ્રત્યે અપમાનજનક શબ્દો બોલી લાફો મારેલ બાદ ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ બાદ આરોપી પુનાભાઈ , મશરૂભાઈ, તથા બાબુભાઈએ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાજીને જાહેરમાં ગાળો આપી જાતીપ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપી બાબુભાઈએ ફરીયાદીને લાકડી વડે કપાળના ભાગે એક ઘા મારી તેમજ આરોપી મશરૂભાઈએ છુટા પાણાના ઘા કરેલ જે દરમ્યાન સાથી મનહરભાઇ બચાવવા જતા તેઓને પણ હાથમાં ઇજા પહોંચી હતી જેથી ભોગ બનનાર મહેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૩૭,૫૦૪,૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.