Saturday, December 28, 2024

સરસ્વતી શિશુ મંદિર શકત સનાળા ખાતે ગણતંત્ર દિવસ આનંદ અને શૌર્ય ભરી રીતે ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા ભારત માતા પૂજન થી થઈ ત્યારબાદ ધ્વજવંદન રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન વંદે માતરમ અને વિદ્યાર્થીઓ દ્વારા નારાઓનો ઉદઘોષ થયો મહેમાનોનું પરિચય અને સ્વાગત થયું.

75 માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મંગલમ હોસ્પિટલ ના ડોક્ટર દીપકભાઈ અઘારા કે જેઓ નેશનલ મેડીકલ ઓર્ગેનાઈઝેશન મોરબી જિલ્લાના મંત્રી છે તેમણે અતિથિ વિશેષ પદ શોભાવ્યું તેમણે પોતાના અતિથિ ઉદબોધનમાં જણાવ્યું કે આવનારો સમય ભારતનો છે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ભારતનું ભવિષ્ય છો. તમને જે વિષયમાં રુચિ હોય જેમ કે ભણવું ખેલકૂદ ચિત્ર સંગીત વગેરે જેવા વિષયમાં રુચિ હોય તે વિષયમાં ખૂબ મન લગાવીને ભણજો અને મોટા થઈને ભારત માતાની સેવા કરજો તેમણે પોતાના વક્તવ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ખુબ પ્રશંસા કરી વિદ્યાલયની વિદ્યાર્થીની ધ્યાનીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી વિદ્યાલયના આચાર્ય ધરતી બેન અઘારાએ મુખ્ય વક્તવ્ય માં જણાવ્યું કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે તેમણે બંધારણનો ઇતિહાસ બંધારણનું મહત્વ અને બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા હકો અને ફરજો ની માહિતી આપી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય સ્વરૂપે રામાયણની પ્રસ્તુતિ થઈ અને ભગવાન શ્રીરામને લગતું શોર્ય ગીત અભિનય સાથે પ્રસ્તુત થયું

આ કાર્યક્રમમાં વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર બાબુભાઈ અઘારા વિદ્યાલયના વ્યવસ્થાપકો વિજયભાઈ ગઢીયા દિપકભાઈ વડાલીયા પરેશભાઈ મોરડીયા તથા વિદ્યાલય ના નિયામક સુનિલભાઈ પરમાર ની પ્રેરક ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના તમામ પ્રધાન આચાર્યો આચાર્ય તથા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં વાલીઓની પણ ઉપસ્થિતિ રહી કાર્યક્રમના અંતે આભાર દર્શન થયું શાંતિ મંત્ર બોલી પ્રસાદ લઈ અને ભારત માતાનું પૂજન કરીને સૌ છૂટા પડ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર