મોરબીના રંગપર ગામેથી જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સિરામીક પાસે જાહેરમાાં સ્ટ્રીટ લાઇટના અંજાવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમોને મહેશકુમાર રઘુવિરપ્રસાદ નિસાદ ઉ.વ.૩૨, રહે. મઢાપુર, જી ઓરૈયા, ઉત્તરપ્રદેશ, બ્રજેશ નન્હા અહિવાર ઉ.વ.૨૬, રહે. સિંગપુર, જી.સાગર, જી.મધ્યપ્રદેશ, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ ઉ.વ ૨૪, રહે. કલુવાતાલા, દોરાહત તા.ભોગનાપુર, જી.કાનપુર, ઉત્તરપ્રદેશ, રામનરેશ મુલચંદ નિસાદ ઉ.વ.૨૯, રહે. મડાપુર, તા.ઓરૈયા, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ ઉ.વ.૩૫, રહે. સોહનીપટ્ટી, વોર્ડ નં.૨૧, જી.બકસર, બિહાર, રાજકુમાર બિરેન્દ્ર નિસાદ ઉ.વ.૩૦, રહે. ગડાકાસદર, તા.ચકનનંગા, જી. ઇટાવા, ઉત્તરપ્રદેશ, શિવમ દાલચંદ નિસાદ ઉ.વ.૨૫, રહે. મડાપુર, તા.ઓરૈયા, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ, ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ ઉ.વ.૨૫, રહે. મડાપુર, તા.જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ, રવિકુમાર તેજાસાહ શાહ ઉ.વ. ૨૪, રહે. બિલાઉ, તા.સિકડોલક, જી.બકસર, બિહારવાળાને રોકડ રૂ.૨૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.