મોરબીના સાદુળકા ગામે બાથરૂમમાં પડી જતા માથામા ઈજા પહોંચાતા પ્રૌઢનું મોત
મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માધવજીભાઇ વેલજીભાઇ વઘાડીયા ઉ.વ.૫૮ રહે. ભરતનગર ગામ વાળા પોતાઅના ઘરે બાથરૂમમા પડી જતા માથામાં ઇજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.