મોરબીનાં ભવાની એક્સપ્રેસ આંગડિયાની ઓફિસમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી: મોરબી સરદાર રોડ ધરતીટાવર “ભવાની એક્સપ્રેસ” આંગડિયાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સરદાર રોડ ધરતીટાવર “ભવાની એક્સપ્રેસ” આંગડિયાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મહેશભાઇ રમણલાલ પટેલ ઉ.વ.૪૫ રહે. મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૧ મુળ રહે.બલોલ તાજી.મહેસાણા, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર ઉ.વ.૩૬ રહે. મોરબી શનાળારોડ ડાર્વીન એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૨ મુળરહે.નોરતા તા.જી.પાટણ, દીલીપભાઇ રામાભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા મુળરહે.બોદલા તા.જી.મહેસાણા, સંજયકુમાર અંબાલાલ પટેલ ઉ.વ.૪૦ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી મુળરહે. સોપાડા તા.વિજાપુર જી.મહેસાણા, ભાવેશકુમાર ચંદુલાલ પટેલ ઉ.વ.૪૨ રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી મુળ રહે.બોદલા તા.જી. મહેસાણાવાળાને રોકડ રકમ રૂ.૧,૦૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.