Friday, December 27, 2024

ઉઘરેજા પરીવારે પુત્રીનાં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા પરિવારે પોતાની પુત્રીનાં જન્મદિવસની ઉજવણી સાદાઈથી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.

સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપનારા દેરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા”ભુમીબેન ભાર્ગવભાઈ ઉઘરેજા” ની લાડકવાયી પુત્રી “પ્રિવા”ના ત્રીજા જન્મદિવસ નિમિત્તે રાસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો ને ભોજન કરાવીને કરવામાં આવી હતી.

સંગાથ વૃદ્ધાશ્રમ ના વડીલો અને સંચાલકો દ્વારા ઉઘરેજા પરિવારની પુત્રી”પ્રિવા”ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ની સરહાના કરવામાં હતી અને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર