રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કાલે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રહેશે
આવતીકાલે તમામ આંગડીયા પેઢી બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણય
આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પુનઃ નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને સમગ્ર ભારતભરમાં રામમય માહોલ બની ગયો છે ત્યારે આવતીકાલે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રહેશે.
આ ઉપરાંત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી છે જ્યારે શાળાના વિધાર્થીઓ માટે પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે જેથી કરીને બાળકો અને લોકો દિવાળી જેવા આ પર્વને ઉજવી શકે ત્યારે મોરબી આંગડીયા એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે તા. 22 ને સોમવારના રોજ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રહેશે જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.